सीधे मुख्य सामग्री पर जाएं

◠◡◠ joke with knowledge ◠◡◠ part_1

◠◡◠ joke with knowledge ◠◡◠
        જ્ઞાન સાથે ગમ્મત
જીવન માં વિચારવા જેવું .....

સ્વપ્ન ત્યાં સુધી સપના જ રહેશે.
જ્યા સુધી તમે મહેનત કરી આકાર નહી આપો.
એટલુ યાદ રાખવું કે..... 
આપણે પાણી ને હાથ માં નથી પકડી સકતા
પરતું બરફ અવશ્ય હાથ માં ટકી શકે છે...

" તક ઝડપી લો "

એક યુવાનની ઇચ્છા હતી કે રાજ્યના પ્રધાનની અતિ સુંદર દીકરી સાથે તેનાં લગ્ન થાય. એક દિવસ તે હિંમતથી પોતાની ઇચ્છા જણાવવા પ્રધાન પાસે ગયો.

પ્રધાને તેને નજરથી માપીને કહ્યું, ‘દીકરા, મારી એક શરત છે. જે મારી પરીક્ષામાં પાસ થશે તેને જ હું મારી પુત્રી પરણાવીશ. તું સામેના મેદાનમાં જઈને ઊભો રહે. હું ત્રણ આખલા છૂટા મૂકીશ. એક પછી એક એ ત્રણે મેદાનમાં દાખલ થશે અને ત્યારે એમાંના એકની પણ પૂંછડી તું પકડી શકીશ તો મારી દીકરી તને પરણાવીશ.’

યુવાન તો મેદાનમાં જઈને ઊભો રહી ગયો. થોડી વાર થઈ ત્યાં એક હૃષ્ટપુષ્ટ અને જંગલી આખલો મેદાનમાં પ્રવેશ્યો. યુવાને આવો આખલો અગાઉ કદી જોયો નહોતો. તેણે મનોમન નક્કી કર્યું કે આના કરતાં હવે પછી જે આખલો આવે એની પૂંછડી પકડવી બહેતર રહેશે. આથી તે બાજુ પર ખસી ગયો અને પેલા જંગલી આખલાને પસાર થઈ જવા દીધો.

થોડી વાર બાદ બીજો આખલો મેદાનમાં પ્રવેશ્યો. આ આખલો તો વળી પહેલાં આખલા કરતાં પણ વધારે મહાકાય અને ઝનૂની હતો. છીંકોટા નાખતો એને ધસી આવતો જોઈને યુવાને વિચાર્યું કે હવે પછી ત્રીજો આખલો જેવો પણ હોય એવો, આ ઝનૂની આખલા કરતાં તો સારો જ હશે એટલે બીજા આખલાની સામેથી પણ તે ખસી ગયો.

થોડી વાર બાદ ત્રીજો આખલો મેદાનમાં પ્રવેશ્યો. ત્રીજા આખલાને જોતાં જ યુવાન ખુશીથી ઝૂમી ઊઠ્યો. આ આખલો તો સાવ નબળો હતો. આવો કૃશકાય આખલો તો તેણે કદી દીઠો નહોતો. એ આખલાને પોતાના તરફ આવતો જોઈને તેણે દોડવાનો આરંભ કર્યો. બરાબર યોગ્ય ક્ષણે યુવાને છલાંગ લગાવીને આખલાની પૂંછડી પકડવાની કોશિશ કરી. અરે, આ શું? પેલા આખલાને પૂછડી જ નહોતી! યુવાનના હાથમાં પૂછડી ન આવી અને પ્રધાનપુત્રીને પરણવાનાં સપનાં પૂરાં થયાં નહીં.

જિંદગીમાં પણ તકો મળતી રહે છે. તકથી ભરપૂર જિંદગીમાં અમુક તક મુશ્કેલ જરૂર હોય છે, પરંતુ પછી આગળ વધારે સારો અવસર પ્રાપ્ત થશે એવી આશા રાખી પાસે આવેલી તકને ગુમાવી દઈએ તો એવી તક ફરી કદાચ ક્યારેય ન સાંપડે. આથી જીવનમાં મળેલો દરેક અવસર કે તક સરળ હોય કે મુશ્કેલ, વધુ વિચાર કરીને વાર લગાડવા કરતાં અને વધુ સારી તકની લાલચ કર્યા વિના તરત ઝડપી લેવી જોઈએ.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

પિતાની અંતિમ ઇચ્છા

*પિતાની અંતિમ ઇચ્છા* મરતાં મરતાં *પિતા* એ આપી એવી *સલાહ* કે પુત્રની જીંદગી બદલાઈ ગઈ,  *દરેકે વાંચવું* એક ખૂબ જ *પૈસાદાર કુટુંબ* હતું. તેમાં *કુટુંબના વડીલ* બીમાર પડ્યા. આથી તેને પોતાના *દીકરા* ને પોતાની પાસે બોલાવીને કહ્યું કે દીકરા મારી એક *આખરી ઈચ્છા* છે જ્યારે હું મરી જાઉં ત્યારે મારી *અંતિમ યાત્રા* કાઢવામાં આવે ત્યારે મને આ *ફાટેલું મોજું* (સોક્સ) પહેરાવીને રાખજે. અને આ ઇચ્છા મારી પૂરી કરજે.અને થોડા સમયમાં પિતાજી નું *મૃત્યું* થઇ ગયું.  આથી દીકરાએ ઘેર આવેલા *પંડિત* ને પોતાના પિતાની *આખરી ઇચ્છા* જણાવી. પંડિતજીએ કહ્યું કે આપણા ધર્મમાં *અંતિમયાત્રા* માં કોઈપણ ને કંઈ પણ વસ્તુ પહેરાવી શકાતી નથી. પરંતુ દીકરાએ *પિતાજીની આખરી ઈચ્છા* પૂરી કરવાની જાણે *પ્રતિજ્ઞા* જ લઈ લીધી હતી.  ધીમે ધીમે કરતાં વાત આખા શહેરના પંડિતો સુધી પહોંચી ગઈ. પરંતુ કોઈ પંડિતે આ *પરવાનગી* આપી નહિ. અને છેલ્લે કાંઈ *નિર્ણય* આવ્યો નહીં.આથી દિકરો *નીરાશ* થઈ ગયો.  એટલા માં ત્યાં ઉભેલા બધા માણસો માંથી *એક માણસ* દીકરાની નજીક આવ્યો. અને દીકરાના હાથમાં તેના પિતાજી એ લખેલો *એક કાગળ* આપ્યો. દીકરાએ *ભીની આંખે* એ ...

RSS कोई सैन्य संगठन नहीं: मोहन भागवत

संघ में पहनी जाती है ड्रेस, लेकिन RSS कोई सैन्य संगठन नहीं: मोहन भागवत कर्मवीर के सभी दर्शको को नमस्कार 🙏 राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) के प्रमुख मोहन भागवत (Mohan Bhagwat) ने एक बार फिर विपक्षियों को संघ का महत्व समझाने की कोशिश की है. उन्होंने कहा कि RSS समाज में सदभाव फैलाने वाला एक संगठन है. ग्वालियर:  राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) के प्रमुख मोहन भागवत (Mohan Bhagwat) ने एक बार फिर विपक्षियों को संघ का महत्व समझाने की कोशिश की है. मोहन भागवत ने कहा कि संघ कोई सैन्य संगठन नहीं है, बल्कि पारिवारिक माहौल वाला एक समूह है. 'संघ कोई सैन्य संगठन नहीं' मोहन भागवत (Mohan Bhagwat) रविवार को ग्वालियर में संघ के मध्य भारत प्रांत के म्यूजिकल बैंड के समापन शिविर को संबोधित कर रहे थे. मोहन भागवत ने कहा, ‘संघ में संगीत कार्यक्रम होते हैं तो यह कोई संगीत शाला नहीं है और न ही कोई व्यायामशाला या मार्शल आर्ट क्लब है. संघ में गणवेश पहनी जाती है तो यह कोई सैन्य संगठन नहीं है. संघ तो कुटुंब निर्माण करने वाली संस्था है. ’ 'समाज बदलेगा तो देश बदलेगा' उन्होंने कहा कि संगीत, बौद्...

my thinking my decision

*my thinking my decision* part-1 My friend, pain searches for pain, you just keep writing.Always keep thinking ahead so that there is no need to look back!Thought a lot, wrote a lot, now it's time to do something, now be calm and just think about yourself, whatever happens will be exactly what you have wanted.I don't know if my opinion makes any difference to anyone? But yes, I definitely feel that my future will definitely be bright. That's all for today.. please stay connected with me thanks