सीधे मुख्य सामग्री पर जाएं

The Best Sweet Story @Pratik_rajkot


પૈસા ઓછા હતા પણ
સુખ ખુબ હતુ

હમણાં એક મીત્ર સાથે વાત થઈ
અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા

હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ

આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી અરે, હું પણ ભુલી ગયો

પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો મને ઈંતઝાર રહેતો હતો, 
પચાસ વારના નાનકડા ઘરમાં અમે છ રહેતા, પણ લાગતુ કે દુનિયાના સૌથી  સુખી અમે છીએ

*પૈસા ઓછા હતા*
*ઘર નાનુ હતું*
*સગવડો ન્હોતી*
*પણ સુખ હતું*

1 તારીખે પપ્પા ઓફિસેથી આવતા કઈક ખાવાની કઈક વસ્તુ લઈ આવતા

(બસો ગ્રામ દાલવડા બીસ્કીટ પાપડી) અને અમે સાથે બેસી નાસ્તો કરતા બસ પેટ અને મન બન્ને સંતુષ્ટ થઈ જતા, બહારનો નાસ્તો મહિને એક જ વખત થતો હતો. અને તે પણ પગાર આવે ત્યારે

વાત આખર તારીખની હવે તે વાત જ ભુલાઈ ગઈ, મારા બાળકોને આખર તારીખ કોને કહેવાય તેની ખબર નથી અને હું પણ તેમને હમણાં પૈસા નથી પગાર આવે એટલે લાવીશુ તેવુ કહેતો નથી

તેના ઘણા કારણો છે પણ તેની ચર્ચા અહિયા કરવી નથી.

પણ સુખ કઈ બાબતોમાં હતુ

(1) આમ તો મહિનો છેલ્લે દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31

આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે તેનો આનંદ હતો.

(2)  ઘરે કોઈ સાયકલ લઈ આવે તો તેને સ્પર્શ કરી જોતો, મને થતુ કે મારી પાસે કયારે સાયકલ આવશે

મારા પપ્પાએ જયારે મને પહેલી વખત તેમની  સાયકલ આપી અને ડંડાની વચ્ચેથી અડધા પેડલ મારી સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે લાગ્યુ અરે વ્હા મઝા આવી ગઈ, આ ક્ષણનો તો કેટલીય જીંદગીઓથી ઈંતઝાર કરતો હતો.

(3) ઘરે કોઈ મહેમાન આવે તો ઘરમાં બધાને સારૂ લાગતુ હતું, વાતો કરીશુ જમવામાં મમ્મી કઈ સારૂ બનાવશે મોડા સુધી જાગતા

મહેમાન જાય ત્યારે તેમને છેક એસટી કે બસ સ્ટેન્ડ સુધી મુકવા જતા હતા, મહેમાન ગયા પછીનું ઘર ખાવા દોડતુ હતું

(આજે - અરે, મારી ટીવી સિરીયલ વખતે કયાં કોઈ આવ્યુ તેવુ થાય ઘરની બહાર સુધી પણ મુકવા જવાની વાત તો દુરની રહી.)

(4) વેકેશન પણ સુખ હતુ મામાના ઘરે કાકાને ત્યાં દિવસોના દિવસો રહેતા હતા, ઉનાળુ વેકેશનમાં પરસેવે રેબઝેબ થઈ જતા છતાં લાગતુ કે આપણે સ્વીઝરલેન્ડમાં આવી ગયા. 

(5) સ્કુલ બેગ એટલે કપડાની થેલી રહેતી, તેને દફતર કહેતા, કયારે ઘરમાં શાકની થેલીના ના મળે તો મમ્મી અમારા ચોપડા બહાર કાઢી શાક લઈ આવતી અને ફરી પાછુ અમારુ દફતર થઈ જતું, સ્કુલમાં કોઈ મીત્ર પતરાની અથવા એલ્યુમીનમની બેગ લઈ આવે તો લાગતુ બહું માલદાર પાર્ટી છે.

(6) વરસાદ પડે તો ન્હાવાનો આનંદ તો રહેતો, અને ખોચામણી રમવા મળશે તેનો રોમાંચ કઈક જુદો જ હતો, નકામી માચીસ ઉપરના ફોટા, લખોટી જો મળી જાય તો હમણાંની કોઈ વીડીયો ગેઈમ મળી હોય તેવી મઝા પડતી.

(7) ફિલ્મ જોવી એટલે એવરેસ્ટ ચઢવા જેવુ કામ હતું, કારણ તેની ટીકીટ લેવા માટે એકાદ કલાક લાઈનમાં ઉભા રહેવુ પડતુ

થીયેટર ઉપર એક પડછંદ પઠાણ ઉભો રહેતો તેને લાલો કહેતા, તેનું કામ ટીકીટ લેવા આવનારને લાઈનમાં ઉભા રાખવાનું હતું, લાઈન તોડનારને તે લાકડી લાકડીએ ફટકારતો,
માર ખાઈને પણ લોકો લાઈનમાં ઉભા રહેતા

લાઈનમાં ઉભા હોઈએ ત્યારે તમામ ઈષ્ટદેવોને યાદ કરી કહેવાનું કે ભગવાન મારો નંબર ટીકીટ બારી સુધી આવે ત્યાં સુધી ટીકીટ બારી ચાલુ રાખજે

અને ટીકીટ મળે ત્યારે અમેરીકાના વીઝા જેટલો આનંદ થતો હતો.

(8) લગ્નમાં જમવા જવાનું હોય તો તેની કેટલાંય દિવસો પહેલા તૈયારી ચાલતી હતી, ત્યારે લગ્નમાં પંગત બેસતી એટલે મહેમાનોને પાટલા ઉપર બેસાડી જમાડતા. જો પહેલી પંગતમાં જમવા મળે તો વીઆઈપી હોવાનો અહેસાસ થતો હતો.

(9) નવા કપડા તો દિવાળી જ મળે, તેમાં પણ અમદાવાદના ત્રણ દરવાજા પાસે એક દુકાન હતી જે આજે પણ છે જેનું નામ બચુભાઈ રેડીમેઈડવાળા છે, અહિયા કપડાં સસ્તા મળતા એટલે જવાનું, (ત્યારે સીજીરોડનો જન્મ થયો ન્હોતો) દુકાનદાર પોતાની દુકાનમાંથી ઉભા રહી તમારૂ માપ નક્કી કરતો, અને કપડાંનો ઘા કરતો, દુકાન પુરી થાય એટલે સીધી ફુટપાથ શરૂ થયા, ઘણી વખત મમ્મી ફુટપાથ ઉપર જ પહેરેલા કપડાં ઉપર નવા કપડાં પહેરાવી જોઈ લેતી, માપની બહુ ચીંતા કરવાની નહીં, નવા કાપડનો અહેસાસ શેર લોહી વધારી દેતો હતો.

(10)  આખી સોસાયટીમાં પહેલા એક જ સજ્જન ના ઘરે ફ્રિજ હતું, ઉનાળામાં કયારેક બરફની ટ્રે મળી જતી, બરફની ટ્રે હાથમાં હોય ત્યારે આનંદમાં એવુ લાગતુ કે હમણાં જ મારૂ શરીર ઠંડુ પડી જશે. એકના ઘરે ફોન હતો કોઈ સગા ફોન કરે અને પડોશી બોલાવે ત્યારે બીક પણ લાગતી કારણ ફોન તો માઠા સમાચાર માટે જ આવે તેવુ મોટા ભાગે થતું કારણ સારા સમાચાર તો પોસ્ટકાર્ડમાં આવી જતા.

આજે સમજાય છે કે 
"સુખ" સગવડોમાં ન્હોતુ

નાની નાની વાતો સુખી કરતી હતી.
કારણ ત્યારે આખર તારીખ આવતી હતી

આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી

રોજ પહેલી તારીખ જ હોય છે.આજે  મોટુ ઘર છે, ટીવી છે, કાર છે, બેન્ક બેલેન્સ છે છતાં આપણે શોધીએ છીએ સુખને
👌👌👍🙏અંગત જીવનની ડાયરી માંથી...
@Pratik_rajkot

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

પશુ આહાર

પશુ આહાર સૂકા છરા પરાળ કડબમાં યુરિયા પ્રક્રિયા કરવાથી કયા ફાયદા થઈ છે.  ? યુરિયા પ્રક્રિયાના ફાયદાઑ : યુરિયા પ્રક્રિયા કરેલ પરાળ/કડબ પશુઓને પશુઓને વધુ ભાવે છે. યુરિયા પ્રક્રિયાથી પરાળ, કડબ જેવા સુકાચારાની પાચ્યતા વધે છે. પ્રોટીનનું પ્રમાણ અઢી થી ત્રણ ગણું જેટલું વધી શકે છે. યુરિયા પ્રક્રિયા કરેલ ઘાસચારા ખવડાવાથી પશુઓને વધુ પોષકતત્વો મળે છે. ઓછા ખર્ચે પશુ ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. યુરિયા પ્રક્રિયાની માવજત આપેલ સૂકો ચારો ખવડાવાથી ભલામણો કઈ કઈ છે. ? યુરિયા પ્રક્રિયા કરવાથી પરાળ/કુંવર-જેવા સુકાચારમાં ૨.૫ થી ૩.૦ ગણી પ્રોટીનની માત્રા તેમજ  ૧૫ થી ૨૦ ટકા પાચ્ય તત્વોની માત્રામાં વધારો થઈ છે. દર એક કિલોગ્રામ યુરિયા પ્રક્રિયાવાળા પરાળ કડબ દીઠ પશુને ૧૨૫ ગ્રામ દાણ ઓછું આપવું પડે છે. આમ પશુ દીઠ રોજનું એક કિલોગ્રામ દાણ બચાવી શકાય છે. ખેડૂત/પશુપાલક મિત્રો પોતાના પશુઓને વધુ પોષણ ક્ષમ ખોરાક મળી રહે તે માટે આ પ્રક્રિયા અપનાવવાની  સલાહ આપવામાં આવે છે. આ પ્રક્રિયા પશુ પોષણના નિષ્ણાત અથવા નજીકના પશુચિક્તાશકના માર્ગદર્શન હેઠળ કરવી સલાહ ભરેલ છે. મિલ્ક રિપ્લેસર બનાવવાની ફોર્મ...

Amrut Ghayal | The Best Sweet Story @Pratik_rajkot

Amrut Ghayal Amrutlal Laljee Bhatt, better known by his pen name Amrut Ghayal, was a Gujarati language poet from India. Life: Amrutlal Bhatt was born in Sardhar near Rajkot on 19 August 1916 to Lalji Bhatt and Santokben. He studied up to seventh standard in Sardhar. He served as a personal secretary of prince of Pajod state, a small princely state of Saurashtra, Khan Imamuddin Babi aka Ruswa Mazlumi, from 1938 to 1948. He passed matriculation in 1949 and joined Bachelor of Arts from Dharmendrasinhji Arts College, Rajkot but left studies after first year. He joined public works department of Rajkot in 1949 as an accountant and was retired in 1973. He settled in Rajkot following his retirement. Works: His pen name Ghayal literally means wounded. Already being a good scholar of Urdu and Persian poetry, Amrit Ghayal flourished into an outstanding Ghazal poet of Gujarati by 1940 once he started writing the Gujarati poetry. His poetry is known for "Jusso" (m...