*પિતાની અંતિમ ઇચ્છા*
મરતાં મરતાં *પિતા* એ આપી એવી *સલાહ* કે પુત્રની જીંદગી બદલાઈ ગઈ, *દરેકે વાંચવું*
એક ખૂબ જ *પૈસાદાર કુટુંબ* હતું. તેમાં *કુટુંબના વડીલ* બીમાર પડ્યા. આથી તેને પોતાના *દીકરા* ને પોતાની પાસે બોલાવીને કહ્યું કે દીકરા મારી એક *આખરી ઈચ્છા* છે જ્યારે હું મરી જાઉં ત્યારે મારી *અંતિમ યાત્રા* કાઢવામાં આવે ત્યારે મને આ *ફાટેલું મોજું* (સોક્સ) પહેરાવીને રાખજે. અને આ ઇચ્છા મારી પૂરી કરજે.અને થોડા સમયમાં પિતાજી નું *મૃત્યું* થઇ ગયું.
આથી દીકરાએ ઘેર આવેલા *પંડિત* ને પોતાના પિતાની *આખરી ઇચ્છા* જણાવી. પંડિતજીએ કહ્યું કે આપણા ધર્મમાં *અંતિમયાત્રા* માં કોઈપણ ને કંઈ પણ વસ્તુ પહેરાવી શકાતી નથી. પરંતુ દીકરાએ *પિતાજીની આખરી ઈચ્છા* પૂરી કરવાની જાણે *પ્રતિજ્ઞા* જ લઈ લીધી હતી.
ધીમે ધીમે કરતાં વાત આખા શહેરના પંડિતો સુધી પહોંચી ગઈ. પરંતુ કોઈ પંડિતે આ *પરવાનગી* આપી નહિ. અને છેલ્લે કાંઈ *નિર્ણય* આવ્યો નહીં.આથી દિકરો *નીરાશ* થઈ ગયો.
એટલા માં ત્યાં ઉભેલા બધા માણસો માંથી *એક માણસ* દીકરાની નજીક આવ્યો. અને દીકરાના હાથમાં તેના પિતાજી એ લખેલો *એક કાગળ* આપ્યો. દીકરાએ *ભીની આંખે* એ કાગળ *વાંચવાનું* શરૂ કર્યું તેમાં લખ્યું હતું કે, *“મારા વ્હાલા દિકરા*, તું જોઈ રહ્યો હશે કે આપણી પાસે *ખૂબ પૈસા, બંગલાઓ, ગાડીઓ* બધું જ છે પરંતુ હું *એક ફાટેલુ મોજું* પણ સાથે નથી લઈ જઈ શકતો.
એક દિવસ તારે પણ મારી જેમ *મૃત્યુ* નો સામનો કરવાનો આવશે, અત્યારથી જ *હોશિયાર* થઈ જજે, તારે પણ માત્ર એક *સફેદ કપડા* માં જ જવું પડશે. આથી કોશિશ કરજે કે, *પૈસા* માટે કોઈને દુઃખ ન આપતો, ખોટા રસ્તેથી *ધન એકઠું* ના કરીશ, પૈસાને *ધર્મના કાર્ય* માં જ વાપરજે.
બધાને એ જાણવાનો *અધિકાર* છે કે *શરીર છૂટ્યા* પછી માત્ર *કર્મ* જ સાથે જાય છે. પરંતુ છતાં પણ માણસ *પૈસા પાછળ* ત્યાં સુધી *ભાગતો* રહે છે જ્યાં સુધી તેનું *મૃત્યુ* નથી થઈ જતું.
બેટા અમુક વાતો ને જીંદગી ભર *યાદ રાખજે* જેમ કે જે લોકો તમારી સાથે *દિલ* થી વાત કરી રહ્યાં હોય તેને કદી પણ *દિમાગ* થી જવાબ ન આપવો. એક વર્ષમાં *50 મિત્રો* બનાવવા એ સામાન્ય બાબત છે. પરંતુ *૫૦ વર્ષ* સુધી એક મિત્ર સાથે *મિત્રતા* નિભાવવી એ ખાસ બાબત છે. એક મિનિટમાં *જીંદગી* નથી બદલતી. પરંતુ એક મિનીટ *વિચાર્યા* બાદ લખીને *નિર્ણય* લેવાથી આખી જિંદગી બદલાઈ જાય છે.”
टिप्पणियाँ
एक टिप्पणी भेजें